ગઢડા મધ્ય : ૪૨
મૂળઅક્ષરકોટિ આદિકને વિષે વ્યાપકપણું તે અમારા તેજરૂપ અક્ષરધામનું નિર્ગુણપણું છે અને એ અક્ષરકોટિ આદિકને ધારવાપણું તે અક્ષરધામનું સગુણપણું છે. સૂર્યને ઠેકાણે અમારી મૂર્તિ છે અને સૂર્યના તેજના ગોળાને ઠેકાણે અમારા તેજરૂપ અક્ષરધામ છે અને એ અક્ષરધામને અડખે-પડખે, હેઠે-ઉપર સર્વે દિશામાં બ્રહ્માંડની કોટિઓ રહી છે, અને એ અક્ષરધામને વિષે અમે સદાય રહ્યા થકા જ્યાં જેવું રૂપ દેખાડ્યું જોઈએ ત્યાં તેવા રૂપને દેખાડીએ છીએ. જ્યાં અમારી મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે, એટલે અમારા તેજરૂપ અક્ષરધામને મધ્યે અમે રહ્યા છીએ. (૧૭૫)