ગઢડા પ્રથમ : ૫૮
દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એ ત્રણ ગુણની પ્રવૃત્તિના હેતુ કહ્યા છે. દેહને યોગે પ્રવર્ત્યા હોય તે ગુણ આત્મવિચારે કરીને ટળે છે. કુસંગને યોગે પ્રવર્ત્યા હોય તે ગુણ સંતને સંગે કરીને ટળે છે. મોટા પુરુષના રાજીપાથી મલિન સંસ્કાર ટળે છે. મોટા પુરુષની આગળ નિષ્કપટપણે વર્તે ને કામાદિક શત્રુનો ત્યાગ કરે ને તેનો ગુલામ થઈને રહે ને માન ટળે ભાવે એટલે માન હોય તો ખરું પણ ઉપરથી દેખાવા દે નહિ એ રીતે રહે તો મોટા પુરુષ રાજી થાય. મોટા પુરુષને નિર્દોષ જાણે તો સર્વે વિકારથી રહિત થઈને અમારો પાકો ભક્ત થાય. અમારા દાસનો ગુલામ થઈને રહે ને સર્વે ભક્તથી પોતાને ન્યૂન માને એ પાકા ભક્તનું લક્ષણ છે અને તેના શુભ ગુણ વૃદ્ધિ પામે છે.