વડતાલ : ૧

જે ભક્તને અમારા આ પ્રત્યક્ષ મનુષ્યરૂપને વિષે દિવ્યભાવનો દૃઢ નિશ્ચય થાય તેના પ્રાણ લીન ન થયા હોય તો પણ સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. એ ગુણથી પર એવો એકાંતિક ભક્ત છે. ધામને વિષે અમારું સ્વરૂપ કેવું હશે ? અને એ સ્વરૂપનું ક્યારે દર્શન થશે ? એવા વિકલ્પ રહે તેને સમાધિ હોય તો ય સવિકલ્પ છે. અમારી આ પ્રત્યક્ષ મૂર્તિને વિષેથી મનુષ્યભાવના વિકલ્પને જીતે અને પ્રતિમાને વિષેથી પ્રતિમાભાવના વિકલ્પને જીતે તો તેનું આ જન્મે જ કલ્યાણ થાય. વિકલ્પ ન જીતે તો યોગભ્રષ્ટ થાય, ને તેનું જન્માંતરે કલ્યાણ થાય છે. (૨૦૧)