પત્ર : ૧૬૨
અહીં ને અક્ષરધામમાં જે મૂર્તિ શ્રીજીમહારાજની છે તે તો એ એક જેવા એક જ. બીજા રસબસ રહેનારા કે સામું જોઈ રહેનારા અને ઐશ્વર્યાર્થી અનેક છે. એ સર્વકારણ મૂર્તિના સુખભોક્તા સેવક (તેમનું પદ દાસનું જ) અને શ્રી સહજાનંદ સ્વામી ભગવાનનું પદ સ્વામીનું જ. એટલે નદીઓ કોઈ વાર સમુદ્ર ન કહેવાય. સમુદ્રમાં એકત્વભાવે વર્તે છતાં જુદી જણાય. નદી તો નદી જ અને સહજાનંદ સિંધુ તે સિંધુ જ. આત્યંતિક મોક્ષરૂપ મોતી આ સમુદ્ર એટલે સિંધુમાં જ પાકે. બીજા તો તેમના પાસંગમાં ય આવે નહિ, અનંત નદીઓ મળે તો ય સમુદ્ર ન કહેવાય, છતાં સમુદ્રરૂપ ગણાય, તે તો એ સિંધુની અતિ મોટપ કહેવાય. મહારાજે મધ્યના ૬૭માં વચનામૃતમાં આ અભિપ્રાય સમજાવ્યો છે.