લોયા : ૫

કપટી, નિષ્કપટીનું લક્ષણ કહ્યું છે. કપટીને ઓળખવાનો ઉપાય કહ્યો છે. દંભીની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય છે. અયોગ્ય ઘાટ ફેર ન થાય તો ધર્મમાંથી ને નિશ્ચયમાંથી પાડી શકે નહિ. સંતનો ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ હોય તેનો સત્સંગમાં દૃઢ પાયો કહ્યો છે. ઇંદ્રિયો, અંતઃકરણને જીત્યાની ત્રણ પ્રકારની યુક્તિ બતાવી છે. ઇંદ્રિયો જીતે અંતઃકરણને જિતાય છે. ઇંદ્રિયો અંતઃકરણને જીત્યાના પૃથક્‌ પૃથક્‌ ઉપાય બતાવ્યા છે. (૧૧૩)