ગઢડા છેલ્લું : ૧૦
ધ્રાંગધ્રા નિવાસી શાસ્ત્રી ભવાનીશંકર માધ્વી સંપ્રદાયના હતા, તેને પોતાનો સિદ્ધાંત સમજાવ્યો છે. જે અમારી ઇચ્છાએ કરીને પુરુષ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે ત્યારે માયામાં અનાદિકાળના જીવ રહ્યા છે તે ઉદય થઈ આવે છે પણ નવા થતા નથી. જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા તથા જીવ પણ અનાદિ છે. તે જીવ અમારા અંશ નથી, અનાદિ જીવ જ છે. તે જ્યારે અમારે શરણે થાય ત્યારે બ્રહ્મરૂપ થઈને અમારા ધામને પામે એ અમારો સિદ્ધાંત છે. (૨૪૪)