પત્ર : ૧૯૩

મહારાજ પોતાના આશ્રિત પર અમૃત નજરે જોઈ રહ્યા છે. નિજાશ્રિત માટે જ પ્રગટપણું છે. પોતે કહે છે કે, ‘હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ.’ આ રીતે ભગવાન શરણાગત વત્સલ છે; ગરીબનિવાજ છે. દિવ્યમૂર્તિ મહારાજ ને દિવ્યરૂપ મુક્તો બધાં પોતાના દાસ પર અઢળક ઢળ્યા છે. નવાં નવાં સુખ આપે છે, એ કેવળ કૃપા.