પત્ર : ૧૦૦
મહારાજે મહામોંઘી દિવ્ય ચિંતામણિ આપી છે. આ લોકમાં નથી, અક્ષરધામમાં છીએ - મૂર્તિમાં છીએ, એ સમજણ દૃઢ કરાવી છે, જેથી સદાય :
‘અમૃતની એલિયું ને આનંદના મેહુલા છે.’
શ્રીહરિના સ્વરૂપનો આનંદ, એમના મુક્તની કૃપાનો આનંદ, એ દિવ્યાનંદ, પરમાનંદ, કેવળ સુખાનંદ છે. તેથી મહારાજ અને મહા અનાદિનો અખંડ સંબંધ જોડી લઈ તેનું મનન કરી આનંદમાં રહેવું.