અશ્લાલી પ્રકરણ
અમને ભજતાં સમજણમાં ફેર રહે છે તેને ખોટ બહુ આવે છે. શ્રી પુરુષોત્તમ ભગવાન એવા અમે તે અમારું સુખ યથાર્થ આવતું નથી અને અમારા એકાંતિક ભક્ત થવાતું નથી એવી આ જગતના સ્રષ્ટાની સમજણમાં ભૂલ છે તથા તે અમારા ધામને પામતા નથી. એ સ્રષ્ટા ઉત્પત્ત્યાદિક પોતાની ક્રિયા તેનું બળ સમજે છે પણ અમારા આશરાનું બળ નથી સમજતા. અક્ષરધામરૂપ થઈને અમારા દાસપણાને નથી પામતા. રામકૃષ્ણાદિક અમારા અવતારોને અંશ જાણે છે અને બ્રહ્માંડની ઉત્પત્તિ જોવાને પૂર્વે સંકલ્પ હતો તેથી અમે તેમને તે ક્રિયામાં જોડી દીધા છે તે એવી સમજણનો ત્યાગ કરશે ત્યારે અમારે સમીપપણાને પામશે, માટે અમારા વિના બીજું કાંઈ જાણવાને ઇચ્છવું નહિ. અમને ભજીને ઐશ્વર્યને ઇચ્છે તે કનિષ્ઠ છે ને કેવળ આત્મારૂપ થઈને અમને ભજે તે મધ્યમ છે અને પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ અમે તે અમારી સેવાને ઇચ્છે તે ઉત્તમ છે. (૨૨૯)