ગઢડા મધ્ય : ૪૯
અમારી આ પ્રત્યક્ષ મૂર્તિમાં ને બીજા માયિક આકારમાં ઘણો ફેર છે પણ જે અજ્ઞાની ને અતિશય મૂર્ખ છે તે અમને ને માયિક આકારને સરખા જાણે છે. માયિક આકારનું ચિંતવન કરનારા નરક ચોરાશીમાં ભમે છે. જે અમારા સ્વરૂપનું દર્શન ને ચિંતવન કરનારા છે તે અમારા મુક્ત થાય છે. (૧૮૨)