પત્ર : ૧૨૭

દુઃખમાં સુખ છે, પણ સુખમાં દુઃખ વધુ છે. લાખો રૂપિયાવાળા તથા આ લોકની બીજી સંપત્તિવાળા ભગવાનને સંભારી શકતા નથી.

ભગવાન આપણા છે તે દિવ્ય ચિંતામણિ છે, પારસમણિ છે. તે મળવાથી બધુંય મળ્યું છે. આ ચિંતામણિ વિનાના બધા રાંક છે, ભિખારી છે. કાલે આંખો બંધ થતાં ભિખારી જ છે અને આપણે તો ભગવાનની રાણીઓની જગ્યાએ છીએ.