ગઢડા પ્રથમ : ૩૮
પોતાના મનનો નિરંતર તપાસ કરવો તથા અમારી મૂર્તિમાં નિમગ્ન રહી ન શકે તેને અમારાં લીલાચરિત્ર સંભારવાં તથા અમારી મૂર્તિનું ચિંતવન કરવું તથા બીજાના ઘાટને ટાળી નાખે એવા અમારા સમર્થ મુક્તનો સંગ કરવો, ને પોતપોતાના ધર્મમાં રહેવું. અમારો મહિમા સમજીને નિર્વાસનિક થાવું. અમારા વિના બીજો સંકલ્પ જ ન થાય ને આત્માપણે વર્તે ને અમારી ઉપાસના કરે તે સાચો ત્યાગી છે. અમારા વિના બીજું કાંઈ પોતાનું મનાય જ નહિ તે ખરો હરિભક્ત છે. જે સમજાવી શકે ને સમજી શકે તે જીવનું સ્વરૂપ કહ્યું છે.