ગઢડા મધ્ય : ૩૫
શ્રીકૃષ્ણ જે અમે તે અમારી મૂર્તિના ધ્યાન વિના આત્માને વિચારે કરીને આત્મા દેખાતો નથી. અમારી ઉપાસના ને અમારાં ચરિત્ર કહેવાં ને સાંભળવાં ને અમારું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું તેણે કરીને કલ્યાણ થાય છે ને આત્મદર્શને કરીને તો અમારી ભક્તિમાં વિઘ્ન ન થાય એ પ્રયોજન છે, સ્ત્રી-પુરુષ તે ગમે તેવાં ધર્મવાળાં ને સમાધિનિષ્ઠ હોય તો પણ સહવાસ રાખે તો તેમનો ધર્મ રહે જ નહિ, માટે અમે નિયમ કહ્યા છે તે પ્રમાણે રહેવું. અમારી ઉપાસના, ચરિત્ર ને નામ સ્મરણ એ ત્રણ વિના એકલા બ્રહ્મચર્યાદિક ધર્મે કરીને કલ્યાણ થાતું નથી. જો એ ત્રણે હોય પણ ધર્મ ન હોય તો પણ કલ્યાણ ન થાય. અમારા ચરિત્રનાં કાવ્ય સાંભળવાં પણ કબીર ને અખા આદિનાં કાવ્ય-કીર્તન કહેવાં, સાંભળવા નહિ. (૧૬૮)