ગઢડા છેલ્લું : ૧૮
જીવ જેવો જાગ્રત અવસ્થામાં રહે છે તેવો જ સ્વપ્ન અવસ્થાને વિષે રહે છે. ન દીઠાં હોય ને ન સાંભળ્યાં હોય એવાં પદાર્થ તે પૂર્વ જન્મના કર્મની વાસનાએ સ્ફૂરે છે. સત્પુરુષનો સમાગમ કરતાં કરતાં વાસના જીર્ણ થઈ જાય ને જન્મ-મરણ ભોગવાવે એવી રહે નહિ અને તે વાસના જાણવાની વિક્તિ કહી છે. નિર્વાસનિક પુરુષ અમારી આજ્ઞા હોય એટલો જ વ્યવહારમાં જોડાય અને સવાસનિક અમારી આજ્ઞાએ કરીને પણ છૂટી શકે નહિ. (૨૫૨)