પત્ર : ૭૩

ભાગ રાખ્યાનું તો મહારાજે પોતે જ લખ્યું છે કે, ‘‘અમારા અંગમાં તમારો ભાગ છે,’’ તેથી જ આપણા અહોભાગ્ય છે. જેને શ્રીજીમહારાજ મળ્યા, મહા અનાદિ મુક્તોની કૃપાનો લાભ મળ્યો તેને તેથી અધિક કાંઈ મળવાનું રહેતું નથી. જીવને આ લોકના ફેર ચડી જાય છે ત્યારે આવી પ્રતિષ્ઠાનો આનંદ મળતો નથી.