ગઢડા મધ્ય : ૪૭

મોટેરા સંતોએ સાધુને મન દઈને રાખવા. મુમુક્ષોએ સત્પુરુષ દુઃખવે ને વિષયનું ખંડન કરે તેમાં રાજી થાવું ને કોઈ પદાર્થની લાલચ રાખવી નહિ. આ સંતની સભાને દિવ્ય જાણીને તેનો સંગ કરીને અશુભ વાસના ટાળીને અમારા ધામમાં જાવાની વાસના રાખવી. અશુભ વાસના રહી જાય ને ઇન્દ્ર કે બ્રહ્માના લોકમાં જાવું પડે તો તે લોકને નરક જેવા જાણીને એમાંથી નીકળીને અમારા ધામમાં જવાનું નિશ્ચય રાખવો. ગૃહસ્થોએ અન્ન, વસ્ત્રે કરીને ત્યાગીની સેવા કરવી ને ત્યાગીએ ગૃહસ્થની વાતે ચીતે કરીને સેવા કરવી. (૧૮૦)