લોયા : ૩

અમારો તથા અમારા સંતનો એટલે મુક્તનો માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તે કુટુંબનો તથા લોકલાજનો, રાજ્યનો, સુખનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, અમારા વચનમાં ફેર પડવા દે નહિ અને દૈહિક સુખદુઃખમાં હર્ષ શોક પામે નહિ. એવો જે અમારો ભક્ત તેનો દેહ અપમૃત્યુએ કરીને પડે તો પણ એ ભક્ત અમારા ધામને જ પામે અને વિમુખ યમપુરીમાં જાય એમ સમજનારાને અમારો માહાત્મ્ય સહિત નિશ્ચય છે અને એવા નિશ્ચયવાળો અમારા ધામને જ પામે. (૧૧૧)