ગઢડા પ્રથમ : ૪૧

મૂળમાયા સુધી ક્ષર અને મૂળઅક્ષર સુધી અક્ષર તે સર્વેથી પર અને સદા મૂર્તિમાન પ્રત્યક્ષ પુરુષોત્તમ જે અમે તે મૂળઅક્ષરથી લઈને બ્રહ્મ, ઈશ્વર, માયા, જીવ એ સર્વેને વિષે પાત્રની તારતમ્યતાએ અંતર્યામીરૂપે એટલે અન્વય સ્વરૂપ અમારું તેજ તે દ્વારે કરીને રહ્યા છીએ પણ અમે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર તે રૂપે થયા નથી. અમે તો સર્વેથી પર છીએ અને એ સર્વેને અગમ્ય છીએ.