પત્ર : ૧૪૧

તમે લખો છો કે સેવકને ૧૫ વર્ષ થયાં છે, ૧૬ વર્ષ થતાં વ્યવહાર બધો એમને સોંપી ભગવાન ભજવા છે, તો લખવાનું કે મોટા મુક્ત ઘડી પછી શું થશે તે શ્રીહરિ જાણે એમ જીવે છે. કર્તા મહારાજ છે, એમની મરજીમાં આપણે સુખ માન્યું છે. એ આપણા ને આપણે એમના, એ કરે તે ખરું. તેથી આગળથી નિર્ણય કરવામાં કાંઈ વિશેષ નથી !