ગઢડા પ્રથમ : ૭૭
અમારો આશરો ને નિશ્ચય હોય તેમાં અમારા કલ્યાણકારી ગુણ ને સાધુનાં બત્રીસ લક્ષણ આવે છે. જે પંચવર્તમાનને મૂકીને જ્ઞાન, ભક્તિનું બળ લે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી ને અસુર છે તેની વાત ન માનવી. કાળે કરીને, અવસ્થાએ કરીને અંતસમે સારું-નરસું જણાય છે. બ્રહ્મરૂપ થઈને ને સામર્થ્ય જણાવીને તો અમારો ભક્ત જ દેહ મૂકે. વિમુખ સારી રીતે દેહ મૂકે તોય નરકે જાય ને અમારો ભક્ત સૂનમૂન રહીને દેહ મૂકે તો પણ કલ્યાણ જ થાય.