ગઢડા પ્રથમ : ૭૦

કુસંગીના તથા સંતનાં શબ્દરૂપી લશ્કર આ જીવની બુદ્ધિમાં કહ્યાં છે તે બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે તેમાં કુસંગીના શબ્દનું બળ થાય ત્યારે જીવને વિષય ભોગવવાની ઇચ્છા થઈ આવે છે અને સંતના શબ્દનું બળ થાય ત્યારે જીવને વિષય ભોગવવાની ઇચ્છા થાતી નથી. બહારના કુસંગીનો સંગ ન રાખે ને બહારના સંતનો સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય છે. સંકલ્પનો હઠાવ્યો હઠે નહિ ને સાધુનો સંગ રાખે તેનું અમે પૂરું કરશું. બીજી સર્વે ઇચ્છાનો ત્યાગ કરીને પોતાના કલ્યાણને જ અર્થે સત્સંગ કરે તો અમારો અડગ નિશ્ચય થાય છે.