પત્ર : ૫૯
શ્રીજીમહારાજ તો કૃપાના સમુદ્ર એટલે કૃપાએ પૂરું કરતા હોવાથી લખે છે કે અમારાં દર્શન કરશે, અમારો ગુણ લેશે, અમારો વાયરો અડશે તો બધાનું મારે કલ્યાણ કરવું છે. એવાં કૃપામય વચનોથી આપણે કૃતાર્થ થયા છીએ.
‘‘ભાંગી મારી જન્મોજન્મની ખામી,
મળ્યા મુને નિષ્કુળાનંદના સ્વામી.’’
દરરોજ બોલીએ છીએ, તે મોટા મુક્તનાં સિદ્ધાંત વચન છે. બહાર દૃષ્ટિવાળાને બહારના જોગથી આવાં દિવ્ય વચનોનું માહાત્મ્ય સમજી શકાતું નથી. તેથી મહારાજ પોતાની સાથે ચૈતન્યમાં રેડ્યો છે. ભાલના બળદને આખા ઘઉં ખવરાવે છે અને તે આખા ઘઉં પાછા કાઢી નાખે છે તોય તેનો કસ જાતો નથી તેમ મહારાજે અને બાપાશ્રીએ પોતાના આશ્રિતને અમૃતરસ પાયો છે અને હજુ એ કૃપા ચાલે છે તેથી જોગવાળાને દિવ્યભાવે આવું પોષણ થયા કરે છે. આવી કૃપાથી તમો, અમો તથા સર્વે સુખિયા છીએ.