અમદાવાદ : ૫

જીવના નાડી પ્રાણનો સંકેલો કરવા તથા લાખો માણસોને વશ કરવાં તથા મૂર્તિમાન અક્ષરકોટિને નિયમમાં રાખવા તથા અમારા મુક્તને પણ નિયમમાં રાખવા તે અમારું અસાધારણ લક્ષણ છે. અમે સર્વના સ્વામી છીએ. અનંત બ્રહ્માંડમાં અસંખ્ય જીવોના કલ્યાણને અર્થે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે દર્શન આપીને અસંખ્ય જીવોને અમારા ધામમાં લઈ જઈએ છીએ. ધનની તથા કામની વાસનાનો ત્યાગ કરવો. અમારા સુખની વાસના રાખવી. દેહ ને દેહના સંબંધીને વિષે પ્રીતિ ને અમારે વિષે દાસપણું રાખવું. અમે તિરસ્કાર કરીએ તો પોતાની ભૂલ જાણવી. અમારો ને સંતનો ગુણ લેવો. ધર્મ, અર્થ, કામ ને મોક્ષનાં રૂપ કહ્યાં છે. (૨૨૫)