ગઢડા છેલ્લું : ૨૨
જેને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચવિષયને વિષેથી પ્રીતિ ટળી જાય છે ને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે. સખીભાવે અથવા દાસભાવે અમને ભજે તે બેયની ભક્તિ એક જ છે. અમારો ભક્ત દેહ મૂકીને ધામમાં જાય છે ત્યારે અમારી કાં ભક્તની મરજી હોય તેવો આકાર બંધાય છે. સત્સંગી બાઈ ઉપર કુદૃષ્ટિએ જુએ તે અતિશય પાપી છે. અમારા ભક્તનો દ્રોહ કરે તે રાક્ષસ થઈ જાય છે. પરિપક્વ દ્રોહી ન થયો હોય તેની દ્રોહબુદ્ધિ મોટા પુરુષને સંગે ટળે છે અને પરિપક્વ દ્રોહીની કોઈ યોગે દ્રોહબુદ્ધિ ટળતી નથી. અમારા ભક્તના દ્રોહ કરનાર ઉપર અમારો અતિશય કુરાજીપો થાય છે ને તેણે અમને અતિશય વશ કર્યા હોય ને અમારે વિષે અતિશય એકતા થઈ હોય ને જેમ હાથ સેવા કરે તેમ હાથની પેઠે સેવા કરતો હોય તો પણ તેનો ત્યાગ કરી દઈએ. જેનો દ્રોહ થયો હોય તે રાજી થાય તેમ કરવું. (૨૫૬)