પત્ર : ૫૮
શ્રીજીમહારાજે આ ભૂમિ પર પધારી સહુને આ લોકમાં અક્ષરધામનો અનુભવ કરાવ્યો, જીવનરૂપ બાપાશ્રીએ અનાદિ મુક્તની સ્થિતિ સમજાવી. એ સ્થિતિ અનેકને પમાડી. સદગુરુઓએ વચનામૃતનું દોહન કરી રહસ્ય સિદ્ધાંત સમજાવી સૌને શ્રીહરિનો પરભાવ સમજાવ્યો. આ કૃપાનો લાભ આપણને પણ મળ્યો. દિવ્યમૂર્તિ બાપાશ્રીનાં દર્શન - મળવું - સેવા - સમાગમ - પ્રસન્નતા - કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ - એ લાભ સાધનથી મળે નહિ, શ્રીહરિની કૃપા થાય તો જ એવી પ્રાપ્તિ થાય.