ગઢડા છેલ્લું : ૨૬

ઇંદ્રિયો અંતઃકરણને દાબીને અમારા સંબંધી ક્રિયા કરે તે શુદ્ધ બ્રહ્મરૂપ પોતાને માનીને અમારી ઉપાસના કરે એવા એકાંતિક સંતની સેવા તે અમારી સેવા તુલ્ય છે અને એવા ગુણે યુક્ત બાઈ હોય તેની સેવા બાઈઓએ કરવી. ધર્મ, આસ્તિકપણું ને લાજ એ ત્રણ હોય તે સ્ત્રી આદિકમાં લેવાય નહિ. આત્મનિષ્ઠા હોય ને અમારું માહાત્મ્ય બહુ જાણતો હોય તે એમ જાણે જે હું નિષ્કામાદિક ધર્મ નહિ પાળું તો શ્રીજીમહારાજ કુરાજી થશે એમ સમજે તો ધર્મથી પડે નહિ. પોતાને જે અંગ ગમે ને ન ગમે તેની વિક્તિ કહી છે. (૨૬૦)