પત્ર : ૧૩૨
કોઈ ધારે ભલે પણ ભગવાન ભળે ત્યારે જ કામ સિદ્ધ થાય. અનંત બ્રહ્માંડનાં કારખાનાં છે તે શ્રીજીમહારાજના એક સંકલ્પથી ચાલે છે.
‘જેના ભ્રકુટિ વિલાસમાંય રે, કોટી બ્રહ્માંડ ભાંગે ને થાય રે.’
આવા સમર્થ પ્રભુના આપણા પર અભય હાથ છે તેથી આનંદમાં રહેવાની ટેવ પાડવી ને એમ જાણવું કે આવા કૃપાના સાગર પ્રભુએ મારો હાથ ઝાલ્યો છે, પોતાના કર્યા છે. આવા વિચારોથી ઘણું બળ આવે છે. આપણા જીવન ને આધાર જે કહીએ તો એ મહાપ્રભુ છે.
‘મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય,’
એ સૂત્ર આપણા માટે છે. તે દીવાદાંડી સામું જોતા રહેવું.