ગઢડા મધ્ય : ૬૦
વિક્ષેપ સ્વપ્નમાં આવે તો જ તે વિક્ષેપ ચૈતન્યમાં પેઠો છે એમ જાણવું. જે અમારા ભક્તને દુઃખે દુઃખી ન થાય તે ચંડાળ ને વિમુખ છે. જે અમારો ભક્ત હોય તે તો અમારા ભક્તને દુઃખે જરૂર દુઃખી થાય. અમારા ભક્તને કોઈક મારતો હોય તેને આડો પડીને મરે કે ઘાયલ થાય તો તેનાં સર્વ પાપ નાશ પામી જાય. જેને અમારા ભક્તનું વચન વસમું લાગે ને વેર બંધાય તે ધર્મ, ત્યાગ, તપ તેણે યુક્ત હોય, તો પણ તેનું કલ્યાણ થાય નહિ. જે બધાય સાધુને સરખા જાણે તથા અમારું ને અમારા ભક્તનું કોઈક ઘસાતું બોલે તેને સાંભળી રહે તે વિમુખ છે. જે અમારા ભક્તનો પક્ષ રાખે ને તેમની સાથે વિક્ષેપ ન રાખે તે અમારો યથાર્થ ભક્ત છે. અમે દયાળુ છીએ પણ અમારા ભક્તોને દુઃખવે તે ઉપર દયા નથી રાખતા અને જેને અમારો ને અમારા સંતનો પક્ષ હોય તે જ અમારો પૂરો ભક્ત છે. (૧૯૩)