પત્ર : ૧૯૪
પરદેશમાં ખૂબ ફર્યા છો તો હવે સ્વદેશમાં ફરવું. સ્વદેશ કયો ? તો અક્ષર અમૃત ધામમાં બિરાજમાન અવિનાશી અલબેલ, પુરુષોત્તમ શ્રીજીમહારાજ તથા મૂર્તિરૂપ અનાદિ મહામુક્તો તથા દિવ્યધામ - આ ત્રણેયનું દિવ્યભાવે મનન થાય, ચિંતવન કરાય, એ દૃષ્ટિએ જોવાય - સેવાય, એ સ્વદેશમાં ફર્યા કહેવાય.
મોટા મુક્તોને મતે મૂર્તિ જ હોય છે. સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીની વાતોથી આ બધું સમજાય તેવું છે. બાપાશ્રી ટૂંકમાં કહે છે કે આંખો મીચીને બેઠા ને મૂર્તિમાં પેઠા. એમ મહારાજની દિવ્યમૂર્તિનો આલોચ રાખવો.