પત્ર : ૪૪

સદગુરુ પુરાણી શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી હાલ તો દિવ્યભાવની વાતોથી સૌને ન્યાલ કરે છે. તેમની લટક સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીના જેવી છે. વાતોમાં રસબસભાવ, તદ્રુપ, તલ્લીન, સળંગ, ઓતપ્રોત, એવા મહારાજ અને અનાદિ મુક્તના મહિમાનાં વચનો આપ્યા જ કરે છે. દોઢ મહિનો અહીં થવા આવ્યો, પણ વાતો તો અનુભવની નવીન થયા જ કરે છે. કોમળ પણ એવા, ઉદારતા પણ એવી. આપણા સૌ માટે બાપાશ્રીએ સદગુરુની રીતે જ મૂર્તિનું સુખ પમાડનારા આવા મહામુક્ત સત્સંગમાં રાખ્યા છે. તેમની સાથેના હેતથી આપણા પણ અહોભાગ્ય છે.