ગઢડા પ્રથમ : ૩૯
સવિકલ્પ સમાધિવાળા જીવનમુક્ત જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એ સર્વેને જુદા જુદા દેખે છે માટે સર્વેને સત્ય કહે છે અને નિર્વિકલ્પ સમાધિવાળા વિદેહ મુક્ત તે જીવ, માયા, ઈશ્વર, તેમને બ્રહ્મરૂપે દેખે છે અર્થાત્ જીવ, માયા, ઈશ્વર, તેમને દેખતા જ નથી. એક બ્રહ્મને જ એટલે અમને જે દેખે છે. જેમ લોકાલોક ઉપર ચડેલા પુરુષને પૃથ્વી ઉપર ઝાડ, મનુષ્ય તથા બીજા પર્વત તે કાંઈ દેખતાં નથી, એક પૃથ્વી જ દેખાય છે, તે માટે તે જીવ, માયા, ઈશ્વરને અસત્ય કહે છે અને આવી સ્થિતિ ન થઈ હોય ને તે શાસ્ત્રમાંથી શીખીને જીવ, માયા, ઈશ્વર, ગુરુ, શિષ્ય, વેદ, પુરાણ, શાસ્ત્ર તેમને મિથ્યા કહે તે નારકી થાય છે.