વડતાલ : ૧૭

અમારે વિષે કલ્યાણકારી ગુણ રહ્યા છે તેને જાણીને અમારી નવધા ભક્તિએ પોતાનું જીવિતવ્ય પૂરું કરે અને પંચ વિષયમાં આસક્ત થાય નહિ તે જિતેન્દ્રિય છે. કેવળ આત્મનિષ્ઠા ત્યાગી કરતાં કામાદિક વિકારનો ત્યાગ કરીને પોતાના નિયમમાં રહીને અમારી ને અમારા ભક્તની ભક્તિ એટલે સેવા કરે એ ત્યાગી કેવળ આત્મનિષ્ઠ ત્યાગી કરતાં શ્રેષ્ઠ છે ને અમારી કૃપાનું પાત્ર છે. (૨૧૭)