ગઢડા પ્રથમ : ૫૭

અમારા સ્વરૂપનું જ્ઞાન ને અમારું માહાત્મ્ય એ બે મોક્ષના અસાધારણ હેતુ છે. દેહના સંબંધીમાં હેત છે તેવું અમારે વિષે હેત થાય તે હેત મૂઢપણાનું છે. અમારો મહિમા જાણીને હેત કરે તે વિશેષ છે. સત્સંગમાં હેત રાખે તો અયોગ્ય સ્વભાવ ટળી જાય છે.