વડતાલ : ૧૫

જીવ પ્રથમ માયાને વિષે સત્તામાત્ર એટલે કર્મ વિનાના હતા તે જેવાં જેવાં કર્મ કરે છે તેવા તેવા ભાવને પામે છે. જેના ઉપર મોટા પુરુષનો કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે ને મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે, માટે જેને કલ્યાણ ઇચ્છવું તેને અમારા ભક્તનો દ્રોહ કરવો નહિ. (૨૧૫)