ગઢડા પ્રથમ : ૬૪
દૃષ્ટા જે અમારું તેજ તે જેમાં વ્યાપક છે એવું દૃશ્ય જે મૂર્તિમાન અક્ષર એ બેયના અમે આત્મા છીએ અને એ બેયથી ન્યારા ને સદા મૂર્તિમાન છીએ. જીવોના કલ્યાણને અર્થે કૃપાએ કરીને મનુષ્યરૂપે દેખાઈએ છીએ. જે અમને આવી રીતે દિવ્યમૂર્તિમાન જાણીને અમારી ઉપાસના ભક્તિ કરે તે અમારા સાધર્મ્યપણાને પામે છે ને અનંત ઐશ્વર્યને પામે છે. જે અમને નિરાકાર જાણીને ભજે તે બ્રહ્મસુષુપ્તિમાં લીન થાય છે તે કોઈ દિવસ નિસરતો નથી. અમારી મૂર્તિમાં સ્થિતિ થઈ હોય તે થકી જ આ વાત પમાય છે.