પત્ર : ૫

આપણે એવો અભ્યાસ પાડવો કે મહારાજ વિના ક્યારેય એકલા ન રહેવું.

મહારાજ દિવ્ય છે, તેમના જેવું આ લોકમાં કોઈનું રૂપ નથી, કોઈનું એવું સામર્થ્ય નથી. એવા ભગવાન આપણને દયા કરીને મળ્યા છે, પણ આપણી આંખોમાં આ લોકનું આવરણ હોય તેથી જેમ છે તેમ દેખી શકાતું નથી. આપણા આવરણવાળા દેહથી તેજોમય મહારાજ જોઈ ન શકાય તેથી દયાળુ ભગવાન મનુષ્ય જેવા થયા, એવી જીવ ઉપર ભગવાનની દયા છે.