ગઢડા મધ્ય : ૫૩

જેને પોતાના અવગુણ ન સૂઝે તે મોહનું રૂપ કહ્યું છે. મૂર્ખ જીવને પોતાની ખબર ન હોય જે હું કેવો છું તો પણ મોટા પુરુષને વિષે તથા અમારે વિષે ખોટ કાઢે પણ અમે સર્વેના અંતર્યામી ને સર્વેના આધાર ને સર્વેના કર્તા છીએ એવો અમારો મહિમા સમજે નહિ. અમારા ને અમારા ભક્તનાં ચરિત્રમાં દોષ દેખે છે તેણે કરીને વિમુખ થઈ જાય છે. (૧૮૬)