કારિયાણી : ૬
દીવબંદરના પ્રેમીભક્તની પૂજા સામા જઈને અંગીકાર કરીને એ ભક્ત ઉપર બહુ રાજીપો જણાવ્યો છે. કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા ને મત્સરે રહિત થઈને અમારી ભક્તિ કરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ. અને સર્વે વિકારથી મત્સર ઝીણો વિકાર છે ને ટળવો કઠણ છે. સંતને માર્ગે ચાલે તેનો મત્સર ટળે છે. સ્ત્રી, દ્રવ્ય, સારું ભોજન ને માન એ ચાર મત્સર ઊપજ્યાના હેતુ છે. અમારો દેહ અમારા ભક્તના સુખને અર્થે રાખ્યો છે. જે રમણીક પદાર્થથી ઉદાસ રહે તે અમારો પરિપૂર્ણ ભક્ત છે. (૧૦૨)