ગઢડા પ્રથમ : ૩૭
આત્મારૂપ માને તો જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટળી જાય છે. અમારી ભક્તિ ન હોય ને તેમાં બીજા ગુણ ઘણા હોય તો પણ તેની સાથે હેત ન કરવું. અમને ને અમારા મુક્તોને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને અમને એકને જ કર્તા જાણે તેને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી. એવી નિષ્ઠા ન હોય તે જડમતિવાળા ને મૂર્ખ છે. અમારા સ્વરૂપના જ્ઞાનવાળા છે તેમનો ચેતન્ય મૂર્તિમાન થઈને અક્ષરધામને વિષે અમારી હજૂરમાં રહે છે.