વાત : ૧૦૭
અને એ શ્રીજીમહારાજની નજરમાં આવે તો અનંતકોટી મુક્ત તથા અક્ષર એ સર્વેની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે અને એ શ્રીજીમહારાજની નજરમાં આવે તો એ અક્ષરને પોતાને વિષે લીન કરીને અનંતકોટિ મુક્તને પોતાના ઐશ્વર્યે કરીને ધારીને તે મુક્તની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે છે. અને તે શ્રીજીમહારાજની નજરમાં આવે તો મુક્તે સહિત અક્ષરને પણ પોતાને વિષે લીન કરીને પોતે એકલા જ સ્વરાટ થકા બિરાજમાન રહે છે. અને જો એ શ્રીજીમહારાજની નજરમાં આવે તો એ અક્ષરે સહિત મુક્તની સેવાને અંગીકાર કરતા થકા ને તેમને આનંદ ઉપજાવતા થકા તેમની ભક્તિને અંગીકાર કરે છે. આવી રીતે શ્રીજીમહારાજના સ્વરૂપનો દૃઢ નિશ્ચય કરવો.।।૧૦૭।।