વાત : ૨૮

રામાનંદ સ્વામીએ પોતાની ધર્મધૂરંધરપણાની શ્રી સહજાનંદ સ્વામીને સોંપણી કરી ત્યારે કોઈને સંશય થયો જે મોટા સાધુ છે તેને સોંપણી કેમ ન કરી ? ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું જે નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ, કૃષ્ણ, વાસુદેવ ને અક્ષરાદિક સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય, પૂજવા-સેવવા યોગ્ય છે ને અમે પણ એમના મૂક્યા આવ્યા છીએ અને આ તો અનેક જીવોનાં કલ્યાણ કરતા કરતા આવે છે ને આ તો સર્વોપરી રામકૃષ્ણાદિક અવતારના અવતારી છે તે હરિપ્રસાદ નામે વિપ્રને ઘેર પ્રકટ થયા છે માટે એ તો સર્વેને માનવા, ભજવા, પામવા યોગ્ય છે અને જેમ પૃથ્વીને વિષે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તે ચિત્ર વિચિત્ર અનંત અનંત પ્રકારના છે, તેમ સર્વે અવતાર ને સર્વે વિભૂતિ થકી ને સર્વે શક્તિ ને અક્ષરના મુક્ત ને અક્ષરધામ એ સર્વે થકી અતિ સર્વોત્કૃષ્ટ અક્ષરાતીત સર્વ સુખમય ને સર્વ આનંદમય ને સર્વ સુંદરતાનું ને સર્વ લાવણ્યતાનું ને સર્વે સુખનું ભાજન છે એવા જે શ્રી સહજાનંદ પુરુષોત્તમ તે સર્વોપાસ્ય રાજાધિરાજ ને સર્વે અવતારના અવતારી છે. ।। ૨૮ ।।



ટિપ્પણી

સુખનું ભાજનઃ સુખનું આધારસ્થાન.