વાત : ૪૭૪
અને મુક્ત બુદ્ધિ શીખવી ને તે તો સત્વગુણી હોય તેમનાથી શીખાય છે તેવું લક્ષણ જે
प्रवृत्तिं च निवृतिं च कार्यकार्ये भयाभये ।
बंधं मोक्षं च यावेत्ति बुद्धिः सा पार्थ! सात्विकी।।१
(૧. અર્થ :- હે અર્જુન ! પ્રવૃત્તિ જે વૈભવનાં સાધનરૂપ ધર્મ અને નિવૃત્તિ જે મોક્ષનાં સાધનરૂપ ધર્મ, તેમ જ તે બંને ધર્મોનું પાલન કરતા સર્વ વર્ણાશ્રમીઓને કરવા યોગ્ય તથા નહિ કરવા યોગ્ય કાર્ય, અને શાસ્ત્રની મર્યાદા નિવૃત્તિ થવારૂપ ભયસ્થાન તેમ જ શાસ્ત્ર પ્રમાણે વર્તવા રૂપ અભયસ્થાન એ આદિકને જાણનારી બુદ્ધિ સાત્વિકી કહેવાય છે. (ગી. અ। ૧૮-૩૦))।।૪૭૪।।