વાત : ૨૭૪

લોભ, કામ ને માન એ આદિક દોષે કરીને શ્રીજીની આજ્ઞા લોપાય છે માટે કેમ સમજે તો ન લોપાય ? ઉત્તર : જે

मद्‌भयाद्वतिवातोऽयं सूर्यस्तपतिमद्‌भयात्‌ ।

वर्षतींद्रोदहत्यग्निर्मृत्युश्चरति मद्‌भयात्‌।।१।।

यन्नामधेयश्रवणानुकोर्तनाद्यत्महनगाद्यत्स्मरणादपि कचित्‌ ।

श्वादोऽपि सद्यः सवनाय कल्पते कथं पुनस्ते भगवन्तु दर्शनाद् ।।

(૧. અર્થ :- સમગ્ર જગતને સુખ આપનાર વાયુ મારા ભયથી વાય છે, સૂર્ય તપે છે, ઇન્દ્ર વર્તે છે, અગ્નિ બાળે છે અને મૃત્યુ મારા ભયથી પ્રાણીઓમાં વિચરે છે. -ભા. તૃ. ૨૫-૪૨

૨. અર્થ :- હે ભગવન્‌ ! ક્યારેક પણ જે તમારા નામનું શ્રવણ, કીર્તન, પ્રણામ તથા સ્મરણાદિક કરવાથી શ્વપચ પણ તત્કાળ યજ્ઞ કરવાને માટે કલ્પાય છે એટલે પવિત્ર થાય છે તો તમારાં દર્શનથી પવિત્ર થાય તેમાં શું કહેવું ? - ભા. તૃ. ૩૩-૬)

એ બે શ્લોકમાં જેમ ભગવાનનો મહિમા કહ્યો છે તેવી રીતે મહિમા સમજે તો આજ્ઞા લોપાય નહિ.।।૨૭૪।।