વાત : ૪૫૫

ત્રીજે દિવસે એમ વાર્તા કરી જે જેનો સત્સંગને વિષે અચળ પાયો હોય ને તે કોઈ વિઘ્ને કરીને પણ સત્સંગ મૂકી શકે નહિ તે કેવા લક્ષણે યુક્ત હોય ? ઉત્તર : જે એક તો શ્રદ્ધા અતિશય હોય ને સ્વભાવ ટાળવાને વિષે આગ્રહ પણ ઘણો હોય ને સત્સંગની ભીષણ પણ સર્વે પ્રકારે ખમતો હોય ને કોઈ રીતે કચવાઈ જાય નહિ એવાનો અચળ પાયો જાણવો ને એવી જાતની સમજણ નક્કી કરવી એ જ કલ્યાણનું મૂળ સાધન છે.।।૪૫૫।।