વાત : ૧૬૨
વિશ્વાસ કેમ થાય ? ઉત્તર : જે શ્રીહરિજી મહારાજની આજ્ઞા જેને હોય જે તમે ધર્મને વિષે રહેજો ને બીજાને પણ રખાવજો. તે માટે પોતે ધર્મને વિષે યથાર્થપણે વર્તતા હોય ને બીજા બહુ મનુષ્યને પણ વર્તાવતા હોય એવી જાતનાં ઐશ્વર્યને જોઈને તેનો વિશ્વાસ કરવો ને એવાનો સંગ કરીને નિર્વાસનિક થાવું ને એવા સત્પુરુષને મન સોંપ્યા વિના તો બ્રહ્મા તથા વૈરાજ તથા સંકર્ષણ જેવાને પણ કસર રહી જાય છે ને એ સમર્થ તો બહુ છે પણ વાસના ટાળ્યા વિના સકામ ભક્ત કહેવાય છે.।।૧૬૨।।