વાત : ૪૯૭
અને સ્વામીએ વાત કરી જે નામને તો સ્વરૂપ, ગુણ ને ચરિત્રનો સંબંધ રહે છે. ત્યારે કોઈએ પૂછ્યું જે ગુણ ને ચરિત્રમાં શો ફેર છે ? ત્યારે સ્વામી કહે જે પુંડરીકાક્ષ, પુંડરીકવદન, નિષ્કલંક, ચંદનાર્ચિત આદિક સ્વરૂપનિર્ણય છે ને અતિ દયાળુ, અતિ કૃપાળુ, અતિ વત્સલ ઇત્યાદિક ગુણનિર્ણય છે. ને ચરિત્ર તો જે નાના પ્રકારની ક્રિયા કરવી તે છે.।।૪૯૭।।
ટિપ્પણી
પુંડરીકાક્ષઃ પુંડરીક (ધોળું કમળ)+ અક્ષ (આંખ): સફેદ કમળ જેવી આંખવાળા ભગવાન.
પુંડરીકવદનઃ સફેદ કમળ જેવા મુખવાળા ભગવાન.