વાત : ૩૪૭

અયોગ્ય સંકલ્પ ટાળવાનો શો ઉપાય છે ? ઉત્તર : જે શ્રીજીમહારાજનો મહિમા તથા આત્મનિષ્ઠા તથા વૈરાગ્ય તેનો વારંવાર અતિશય વિચાર કરવો ને તેનો અંતરમાં વેગ લગાડી દેવો. એટલા ઉપાયે કરીને એ અયોગ્ય સંકલ્પ ટળે.।।૩૪૭।।