વાત : ૨૫૭
શ્રીહરિજી મહારાજને રાજી કરવાનો શો ઉપાય છે ? ઉત્તર : જે ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે વર્તે તો રાજી થાય ને શ્રીજીમહારાજને ક્યાં પરોક્ષપણું છે ? એ તો સદા પ્રત્યક્ષ જ છે ને ઉપાસ્ય, ઉપાસક ને સ્થાનકની શુદ્ધતાએ કરીને અતિ ઉત્તમ ભક્ત થવાય છે તેમાં ઉપાસ્યનું લક્ષણ જે ‘‘यो वेत्ति युगपत् सर्वं प्रत्यक्षेण सदा स्वतः’’ (અર્થ :- જે ભગવાન હંમેશાં પોતાની મેળે જ એકકાળાવચ્છિન્ન પ્રત્યક્ષપણે સર્વેને જાણે છે.) એમ જાણવું.।।૨૫૭।।