વાત : ૪૮૦

તપે કરીને જીવનું અંતઃકરણ શુદ્ધ થાય છે ને શ્રીહરિજી પણ પ્રસન્ન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે પણ ભક્તિએ કરીને અંતઃકરણ શુદ્ધ થાય છે એમ શાસ્ત્રમાં કેમ કહેતા નથી ? ઉત્તરઃ જે તપે કરીને વિષયની નિવૃત્તિ થઈ જાય છે ને અંતઃકરણ શુદ્ધ થાય છે. ને ભક્તિમાં તો સકામ ભક્તને વિષયનો સંબંધ રહે છે એટલે અંતઃકરણ શુદ્ધ થાતું નથી. માટે ભક્તિએ કરીને અંતઃકરણની શુદ્ધિ શાસ્ત્રમાં કહેતા નથી.।।૪૮૦।।