વાત : ૨૮૨
સ્વામીએ એમ કહ્યું જે અમે તો એકલી સાકર જ ખાઈએ છીએ ને જો તેમાં ધૂડ્ય આવે તો તેને અલગ કરી નાખીએ છીએ. ત્યારે કહેશો જે એ તે શું કહ્યું ? તો એમ કહ્યું જે આત્મસત્તારૂપ થઈને જાણપણારૂપ દરવાજે ઊભા રહ્યા થકા પુરુષોત્તમ મહારાજનાં દર્શન કરીએ છીએ ને તેમાં જે જે લોભ, કામાદિક પેસવા આવે તો તેનો નાશ કરી નાખીએ છીએ. એવી રીતે શ્રીજીમહારાજની ચાકરીમાં સાવધાન થકા રહ્યા છીએ.।।૨૮૨।।